Momentum
ID
laookkfknpbbblfpciffpaejjkokdgcaતમારા બ્રાઉઝરને સુંદર રીતે ડિઝાઇન કરેલા એવા ટૅબમાં ફેરવો જે તમને શાંત અનુભવવામાં, ધ્યાન જાળવવામાં અને ઊર્જાવાન રહેવામાં મદદ કરે.
એક્સ્ટેન્શનની માહિતી
સ્ક્રીનશૉટ
વર્ણન
તમારા બ્રાઉઝરને સુંદર રીતે ડિઝાઇન કરેલા એવા ટૅબમાં ફેરવો જે તમને શાંત અનુભવવામાં, ધ્યાન જાળવવામાં અને ઊર્જાવાન રહેવામાં મદદ કરે.
⭐ Tim Ferrissના Tools of Titans, The Wall Street Journal, Apple Worldwide Developer Conference, Product Hunt, Lifehacker અને બીજા ઘણામાં સ્થાન પામેલું ⭐
💙 મફત સુવિધાઓ
🌊 દરરોજ નવી પૃષ્ઠભૂમિ, મંત્ર અને સુવિચારથી પ્રેરણા મેળવો
🌊 ફોકસ મોડ વડે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરો
🌊 સરળ કામની યાદીઓ વડે કામકાજ અને જીવન સરળ બનાવો
🌊 તમારી મનપસંદ વેબસાઇટના શૉર્ટકટ બનાવો
🌊 સ્થાનિક હવામાનની માહિતી મેળવો
🌊 તમારા ડૅશબોર્ડ પર Google/Bing અને શોધના અન્ય વિકલ્પો મેળવો
🌊 તમારી પસંદ મુજબ ગોઠવી શકાય છે (સુવિધાઓને ઇચ્છા મુજબ બતાવો કે છુપાવો!)
🌊 ખાનગી અને સુરક્ષિત (અમે તમારો ડેટા વહેંચતા કે વેચતા નથી!)
⭐ 30 લાખથી વધુ પ્રેરિત વપરાશકર્તાઓ સાથે જોડાઓ ⭐
નોંધ: શ્રેષ્ઠ અનુભવ માટે, Momentum ઇન્સ્ટૉલ કર્યા પછી ‘Google પર પાછા જાઓ’ સૂચનામાં ‘તેને રાખો’ બટન પર ક્લિક કરો. આમ કરવાથી દરેક નવા ટૅબમાં Momentum અપેક્ષા મુજબ દેખાશે. 🙂
Momentum પાસેથી વધુ જોઈએ છે?
💙 PLUS સુવિધાઓ (એક્સ્ટેન્શન ઇન્સ્ટૉલ કર્યા પછી તમે Plus મફત અજમાવી શકો છો!)
🌊 અમર્યાદિત ફોકસ મોડ વડે આખો દિવસ વધુ સારી રીતે ધ્યાન જાળવો
🌊 અનોખું વિઝન બોર્ડ બનાવો
🌊 Tab Stash વડે તમારા 107 ટૅબ સમેટી લો
🌊 Notes AI વડે વધુ સારું (અને વધુ ઝડપથી) લખો
🌊 Ask AI વડે નવા વિચારોની વણઝાર સર્જો
🌊 Soundscapes વડે કામમાં સંપૂર્ણપણે તલ્લીન થાઓ
🌊 કામના વ્યવસ્થાપન માટેની ઍપ સાથે સરળ જોડાણ (ClickUp, Todoist, Asana વગેરે)
🌊 Metrics વડે તમારી આદતોનો હિસાબ રાખો
🌊 અમર્યાદિત કામની યાદીઓ
…અને કાઉન્ટડાઉન, વિશ્વનાં વિવિધ સ્થળોનો સમય બતાવતી ઘડિયાળો, પ્રીમિયમ હવામાનની માહિતી (અને ઘણું બધું!)
🛡️ ગોપનીયતા અને સુરક્ષા
Momentumની ટીમ તમારી ગોપનીયતાનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. અમે એકત્રિત કરીએ છીએ અથવા પ્રક્રિયા કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ માત્ર Momentumની મુખ્ય કામગીરી માટે અને અમારી સેવાની ગુણવત્તા તથા સુરક્ષા સુધારવા માટે જ થાય છે. તમારી માહિતી તૃતીય પક્ષોને વેચવામાં આવતી નથી અને ક્યારેય વેચવામાં આવી નથી.
તમારી ગોપનીયતા અને તમારા ડેટાની સુરક્ષા વિશે વધુ માહિતી માટે, https://momentumdash.com/privacy ની મુલાકાત લો.
🤍 મદદ અને સંપર્ક માટેનાં સંસાધનો
મદદ કેન્દ્ર: https://momentumdash.help
સૂચનો: https://momentum.nolt.io/
અમારો સંપર્ક કરો: https://momentumdash.com/contact
👍 અમારું સોશિયલ મીડિયા
બ્લૉગ: https://momentumdash.com/blog
Instagram: https://instagram.com/momentumdash