સ્ક્રીનશૉટ

વર્ણન

તમે વેબ બ્રાઉઝ કરો ત્યારે Norton Safe Web તમને ઑનલાઇન જોખમોથી સુરક્ષા આપે છે. તમે ઑનલાઇન શોધ કરો, ખરીદી કરો અથવા બ્રાઉઝ કરો ત્યારે Norton Safe Web તમને જોખમી સાઇટ વિશે ચેતવણી આપીને ઓળખની ચોરી અને ઑનલાઇન છેતરપિંડીથી બચાવવામાં મદદ કરે છે. Norton Safe Web તમે લોડ કરો તે દરેક પૃષ્ઠની સુરક્ષા વિશે માહિતી મેળવવા માટે Norton ની Remote URL Reputation Service ને પૂછપરછ મોકલે છે. આ સેવાને જોખમો વિશેની નવીનતમ માહિતી સાથે સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. તમને સુરક્ષિત ઑનલાઇન અનુભવ આપવા માટે Norton Safe Web દૂષિત પૃષ્ઠો અને ડાઉનલોડને આપમેળે અવરોધિત કરે છે. --- આ એક્સ્ટેન્શન તેની અંદર જરૂરી કાર્યો કરવા માટે એવી પરવાનગીઓનો ઉપયોગ કરે છે જેના કારણે Chrome માં નીચેના સંદેશા દેખાય છે. “તમે મુલાકાત લો છો તે વેબસાઇટ પરનો તમારો તમામ ડેટા વાંચવો અને બદલવો” તમે બ્રાઉઝ કરો છો તે તમામ પ્રકારનાં પૃષ્ઠો પર ઑનલાઇન જોખમો શોધવા માટે જરૂરી પરવાનગીઓ માટે આ સંદેશ દેખાય છે. “તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ વાંચવો” નીચેના કાર્યો માટે જરૂરી પરવાનગીઓ માટે આ સંદેશ દેખાય છે: - જોખમી સામગ્રી મળી આવે ત્યારે અવરોધ દર્શાવતું પૃષ્ઠ બતાવવું. - Chrome અથવા વપરાશકર્તા ટૅબમાં ફેરફાર કરે ત્યારે સાઇટની સુરક્ષાના રેટિંગની માહિતી વિશ્વસનીય રીતે બતાવવી. “તમારા ડાઉનલોડનું સંચાલન કરવું” દૂષિત ડાઉનલોડ દૂર કરવા માટે જરૂરી પરવાનગી માટે આ સંદેશ દેખાય છે. “સૂચનાઓ બતાવવી” સુરક્ષા પ્રવૃત્તિમાં મહત્વપૂર્ણ ફેરફારો થાય ત્યારે અથવા અમુક સુવિધાઓ માટે ઓળખની ખાતરી કરવી જરૂરી હોય ત્યારે ચેતવણીઓ બતાવવા માટે જરૂરી પરવાનગીઓ માટે આ સંદેશ દેખાય છે. “નવી પૃષ્ઠભૂમિ ઍપ ઉમેરાઈ Norton Safe Web સિસ્ટમ શરૂ થાય ત્યારે શરૂ થશે અને તમે Google Chrome ની બાકીની બધી વિન્ડો બંધ કરી દો ત્યાર પછી પણ પૃષ્ઠભૂમિમાં ચાલતું રહેશે.” શરૂ થવામાં લાગતો સમય ઘટાડવા માટે એક્સ્ટેન્શનને ચાલુ રાખવા ઉપયોગમાં લેવાતી પરવાનગી માટે આ સંદેશ દેખાય છે. આ એક્સ્ટેન્શન તેની અંદર અમુક કાર્યો કરવા માટે એવી પરવાનગીઓનો પણ ઉપયોગ કરે છે જે Chrome માં દેખાતી નથી: “webRequest” અને “webRequestBlocking” પરવાનગીઓ નીચેના કાર્યો માટે જરૂરી છે: - અમુક જોખમોને અવરોધિત કરવામાં મદદ કરવા માટે વેબસાઇટ બ્રાઉઝ કરતી વખતે નીચલા તકનીકી સ્તરના ડેટાને ઍક્સેસ કરવો. - અમુક સુવિધાઓ માટે ઓળખની ખાતરી કરવી. “storage” પરવાનગી એક્સ્ટેન્શન દ્વારા ઉપયોગમાં લેવાતા સેટિંગ્સના ડેટાને સંગ્રહિત કરવા અને પાછો મેળવવા માટે વપરાય છે. --- --- આ ઍડ-ઑનનો ઉપયોગ કરીને, તમે અમારા લાઇસન્સ અને સેવાઓના કરાર (https://www.nortonlifelock.com/content/dam/nortonlifelock/pdfs/eulas/licensing-agreement/customer-agreement-en.pdf) સાથે સંમત થાઓ છો અને તમે અમારું વૈશ્વિક ગોપનીયતા નિવેદન (https://www.nortonlifelock.com/us/en/privacy/global-privacy-statement/) વાંચ્યું છે અને તેની નોંધ લીધી છે તે સ્વીકારો છો. આ ઍડ-ઑન ગંભીર ભૂલો અને સુવિધાઓના ઉપયોગ વિશેની માહિતી Google Analytics સેવાઓને મોકલવા માટે Google Analytics ના Measurement Protocol નો ઉપયોગ કરે છે. NortonLifeLock આ ઍડ-ઑનને જાળવવા અને સુધારવા માટે Google Analytics સેવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ આ સેવાઓનું સંચાલન NortonLifeLock કરતું નથી. જો તમે આ ડેટાના સંગ્રહ અને ઉપયોગ માટે સંમતિ આપતા ન હો, તો કૃપા કરીને આ ઍડ-ઑન ઇન્સ્ટૉલ કરશો નહીં અથવા જો તે પહેલેથી ઇન્સ્ટૉલ કરેલું હોય તો તેને દૂર કરો. Google Analytics માં પ્રક્રિયા કરતી વખતે તમારું IP સરનામું અસ્પષ્ટ કરવા માટે આ ઍડ-ઑન Google દ્વારા પૂરા પાડવામાં આવેલા પરિમાણો સેટ કરે છે. Google Analytics નો ઉપયોગ કરતી વખતે અમારી જવાબદારીઓ, Google ની ગોપનીયતા પદ્ધતિઓ અને IP સરનામું અસ્પષ્ટ કરવા માટે Google દ્વારા અપાતા સમર્થન વિશે વધુ વિગતો અહીં જુઓ: - https://developers.google.com/analytics/policy - https://support.google.com/analytics/answer/6004245 - https://support.google.com/analytics/answer/2763052 કૉપિરાઇટ © 2021 NortonLifeLock Inc. સર્વાધિકાર સુરક્ષિત. NortonLifeLock, NortonLifeLock લોગો, Checkmark લોગો, Norton, LifeLock અને LockMan લોગો એ યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશોમાં NortonLifeLock Inc. અથવા તેની સંલગ્ન કંપનીઓનાં ટ્રેડમાર્ક અથવા નોંધાયેલ ટ્રેડમાર્ક છે. Google Chrome એ Google, LLC નો ટ્રેડમાર્ક છે. અન્ય નામો તેમના સંબંધિત માલિકોનાં ટ્રેડમાર્ક હોઈ શકે છે.