સ્ક્રીનશૉટ

વર્ણન

ઑનલાઇન ફોર્મ અને સર્વે બનાવો એક સરળ ઑનલાઇન ફોર્મ વડે આમંત્રિતો પાસેથી હાજરીની પુષ્ટિ મેળવો, સર્વે કરો અથવા ઝડપથી ટીમના સભ્યોની યાદી બનાવો. પછી સ્પ્રેડશીટમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવેલાં પરિણામો જુઓ. તમારા પ્રશ્નોના જવાબ મેળવો સરળ અથવા વિગતવાર ઑનલાઇન સર્વે બનાવો. તેમને લિંક દ્વારા શેર કરો, તમારી વેબસાઇટમાં એમ્બેડ કરો અથવા સીધા ઈમેઇલની અંદર પણ મૂકો. નિશ્ચિંત થઈને બેસો અને પરિણામો આવતાં જુઓ તમારા પ્રશ્નોના બધા પ્રતિસાદો સ્પ્રેડશીટમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાય છે, તેથી ડેટાને ક્રમમાં ગોઠવવો અને તેનું વિશ્લેષણ કરવું ખૂબ સરળ છે. ગમે ત્યાંથી, ગમે ત્યારે ઍક્સેસ કરો તમારા ફોર્મનો બધો ડેટા આપમેળે Google Sheetsમાં ગોઠવાય છે અને Google Driveમાં સંગ્રહિત થાય છે. તમે જ્યાં પણ જાઓ, કોઈપણ ઉપકરણથી તેને ઍક્સેસ કરો.