સ્ક્રીનશૉટ
વર્ણન
પછી ફરી જોવા માંગતા હો એવી વસ્તુઓ સાચવો.
સમય નથી? કોઈ વાંધો નહીં
કોઈ રમૂજી વીડિયો, કસરત, વાનગી કે લેખ જોયો છે, જેને જોવા કે મિત્રો-પરિવાર સાથે શેર કરવા માંગો છો, પણ સમય નથી? Chrome માટેનું Save to Facebook એક્સ્ટેન્શન ઇન્ટરનેટ પર દેખાતી આવી બધી રસપ્રદ વસ્તુઓ સાચવીને પછી સરળતાથી શોધવાની સગવડ આપે છે.
ગોઠવીને રાખો
ઇન્ટરનેટ પરથી કોઈ આઇટમ Facebook પર સાચવો ત્યારે અમે સંગ્રહોના વિકલ્પો આપીને તેને ગોઠવવામાં મદદ કરીએ છીએ. આઇટમને હાલના સંગ્રહમાં ઉમેરો અથવા નવો સંગ્રહ બનાવો—પછી જોવા કે શેર કરવા તૈયાર થાઓ ત્યારે તેને શોધવું સરળ રહેશે. તમે ઇચ્છો તેટલા સંગ્રહો બનાવી શકો છો અને ગમે તે નામ આપી શકો છો.
માત્ર તમારા માટે (તમે શેર કરો ત્યાં સુધી)
તમારી સાચવેલી વસ્તુઓ માત્ર તમે જ જોઈ અને ખોલી શકો છો; તે તમારી પોતાની ખાનગી સાચવેલી વસ્તુઓની સૂચિમાં રહે છે. ત્યાંથી તમે તેને તમારી ટાઇમલાઇન પર, કોઈ ગ્રૂપમાં કે Facebook પર અન્યત્ર શેર કરી શકો છો. શેર કરેલા સંગ્રહોની સુવિધાથી આખો સંગ્રહ પણ પસંદ કરેલા મિત્રો સાથે શેર કરી શકો છો.
ગમે ત્યાંથી સાચવેલી વસ્તુઓ જુઓ
બ્રાઉઝરમાં ગમે ત્યાં હો, Facebook પર તમારી સાચવેલી વસ્તુઓ અને સંગ્રહો ઝડપથી ખોલી શકો છો. Save to Facebook ચિહ્ન પર ક્લિક કર્યા પછી ઉપર જમણા ખૂણાની “બધું જુઓ” લિંક પર ક્લિક કરો; તમારી સાચવેલી વસ્તુઓની સૂચિ અલગ વિન્ડોમાં ખુલશે.
હવે પછી અયોગ્ય સમયે રસપ્રદ સામગ્રી મળે ત્યારે બસ Save to Facebook એક્સ્ટેન્શન વાપરો. તેને જોવા તૈયાર થાઓ ત્યારે Facebook ન્યૂઝ ફીડની ડાબી બાજુના મેનૂમાં “સાચવેલું અને સંગ્રહો” પસંદ કરો અથવા બ્રાઉઝરમાં www.facebook.com/saved લખો.
Facebook પર સાચવેલી વસ્તુઓ અને સંગ્રહો વિશે વધુ જાણો: https://www.facebook.com/help/516581611792218?helpref=related.
આ સુવિધા વાપરીને તમે Facebook ની ડેટા નીતિ અને સેવાની શરતો સ્વીકારો છો, જે https://www.facebook.com/legal/terms અને https://www.facebook.com/about/privacy પર ઉપલબ્ધ છે.